હું કોણ (નિબંધ) ના અમુક ભાવાનુવાદિત અંશો
----
વૃક્ષ નો છાંયો સુખપ્રદ છે અને બહાર નો તાપ આકરો। તાપ માં મજૂરી કરતો માણસ વૃક્ષ નો ઠંડો છાંયો શોધે છે અને ખુશ થાય છે. થોડી વાર ત્યાં રહ્યા પછી પાછો બહાર નીકળે છે પણ આકરો તાપ સહન નથી થતો અને પાછો છાંયો શોધે છે. આ રીતે એ તાપ માંથી છાંયા માં અને છાંયા માંથી તાપ માં ફર્યા કરે છે.
ફક્ત ગાંડો માણસ આવું કરે છે, જયારે ડાહ્યો માણસ છાંયા ની ઠંડક છોડતો જ નથી. એ જ રીતે આત્મસાક્ષાત્કારી જ્ઞાની નું મન નિરપેક્ષ બ્રહ્મ થી અલગ થતું જ નથી. જયારે અજ્ઞાની નું મન ભૌતિક દુનિયા માં આંટો મારી ને દુઃખ અને વ્યથા ભોગવે છે. અને પછી થોડી વાર માટે બ્રહ્માભિમુખ થાય છે ત્યારે સુખી થાય છે. અજ્ઞાની નું મન આવું છે.
આ ભૌતિક વિશ્વ જે આજુબાજુ દેખાય છે ફક્ત એક વિચાર છે. જયારે માણસ વિચાર થી મુક્ત હોય છે ત્યારે એ દેખાતું નથી. મન શાશ્વત આત્મા ની શાંતિ નો અનુભવ કરે છે. એથી ઉલટું જયારે વિચાર દ્વારા વિશ્વ જણાય છે ત્યારે મન પીડા ને વ્યથા અનુભવે છે.
કોઈ ઈચ્છા, વિચાર કે પ્રયત્ન વિના સૂર્ય સ્વયંભૂ રીતે ઉગે છે. એના પ્રકાશ થી બિલોરી કાચ ગરમી પેદા કરે છે, કમળ ખીલે છે, પાણી વરાળ બને છે અને લોકો પોતપોતાના કાર્યો કરે છે. ચુંબક ની નજીક માં સોય ફરે છે એવી જ રીતે બંધાયેલો જીવ સર્જન, પાલન અને વિધ્વંસ એ ઘટમાળ માં પરોવાયેલો રહે છે. કોઈ સર્વોચ્ચ સત્તા ની ઉપસ્થિતિ ને કારણે પોતાના કર્મો અનુસાર કાર્યો કરે રાખે છે અને થોભતો નથી. એની શુદ્ધ નિષ્પક્ષતા અને નિરપેક્ષતા સૂર્ય ના જેવી છે જે દુન્યવી ક્રિયા ઓ થી અસ્પૃશ્ય છે.
એકેય અપવાદ સિવાય બધા શાસ્ત્રો કહે છે કે મુક્તિ માટે મન ને શાંત કરવું જોઈએ। અને જયારે એ ખબર પડે કે મન પર નિયંત્રણ એ આપણું ધ્યેય છે તો પછી મન ના વિષે ક્યારેય ના અંત ના પામનારા અભ્યાસો કર્યા કરવા એ વ્યર્થ છે. એના બદલે પોતાની અંદર રહેલા હું ની સાચી અને ખરી પૃચ્છા અને સ્વતપાસ જરૂરી છે. આ તપાસ ફક્ત શાસ્ત્રો ના અભ્યાસ થી કઈ રીતે થઇ શકે?
આપણે જ્ઞાનદ્રષ્ટિ થી સ્વ ને પામવું જોઈએ. શું રામ ને રામ તરીકે ઓળખાવવા માટે અરીસો જોઈએ? જે હું છે એ તો પાંચ પ્રકાર ના શરીરો માં રહેલો છે. જયારે શાસ્ત્રો એની બહાર છે. એથી શાસ્ત્રો ના અભ્યાસ થી એ સ્વ જે પાંચ શરીરો માં વ્યાપ્ત છે એને પામવાનો પ્રયત્ન વ્યર્થ છે. અને ખરેખર એને પામવા માટે એ પાંચ શરીરો ને પણ ફેંકી દેવાની જરૂર છે.
"હું કોણ છું જે બંધન માં છે?" એમ પૂછવું અને પોતાની જાત ને ઓળખવી એ જ મુક્તિ છે. મન ને સતત અંતરભિમુખ અને સ્વ માં સ્થિત રાખવું એનું નામ જ આત્મવિચાર (અંતઃપૃચ્છા) છે, જયારે ધ્યાન માં સ્વ ના સચ્ચિદાનંદ્દ સ્વરૂપ નો ઊંડો વિચાર કરવાનો હોય છે. ખરેખર, ક્યારેક તો જેણે જ બધું શીખ્યું હોય તે ભૂલી જવું પડશે।