વ્યક્તિએ જાગ્રત અવસ્થામાં પ્રયાસ કરવો જોઈએ અને તે અવસ્થાનો અહેસાસ કરવો જોઈએ જે અભાનપણે દરેક વ્યક્તિ ઊંઘમાં પ્રાપ્ત કરે છે. તે અવસ્થા જ્યાં નાનો 'હું' અદૃશ્ય થઈ જાય છે અને ફક્ત વાસ્તવિક 'હું' રહે છે. આ તબક્કે, શ્રીમતી સી.એ પૂછ્યું, "પણ તે કેવી રીતે કરવું?" ભગવાને જવાબ આપ્યો, "આ નાનકડો 'હું' ક્યાંથી અને કેવી રીતે ઉત્પન્ન થાય છે તે પૂછવાથી. આ બધી ભેદ-બુદ્ધિનું મૂળ આ ‘હું’ છે. તે બધા વિચારોના મૂળમાં છે. જો તમે પૂછશો કે તે ક્યાંથી ઉદ્ભવ્યો છે, તો તે અદૃશ્ય થઈ જશે. શ્રીમતી સી.એ પછી પૂછ્યું, “શું હું ‘હું કોણ છું?’ પ્રશ્ન ના જવાબ માં એવું ના વિચારી શકું કે ‘હું આ શરીર નથી પણ આત્મા વગેરે છું’?”. ત્યારે ભગવાને કહ્યું, “ના. ‘હું કોણ છું?’ એટલે ખરેખર પોતાની અંદરની તપાસ કે શરીરની અંદર ‘હું’ વિચાર ક્યાંથી ઉત્પન્ન થાય છે. જો તમે તમારું ધ્યાન આ તપાસ પર કેન્દ્રિત કરો છો તો, ‘હું’-વિચાર જે બીજા બધા વિચારોનું મૂળ છે, એ બધા વિચારો નાશ પામશે અને પછી એકલો સ્વયં આત્મા અથવા મોટો ‘હું’ હંમેશની જેમ જ રહેશે. તમને કશું નવું મળતું નથી, અથવા એવી જગ્યાએ પહોંચતા નથી જ્યાં તમે પહેલાં ન હતા. જ્યારે બીજા બધા વિચારો કે જે આત્માને છુપાવી રહ્યા હતા તે દૂર થઈ જાય છે, ત્યારે આત્મા પોતે જ ચમકે છે. શ્રીમતી સી. એ પછી (હું કોણ છું?) પુસ્તકના એક ભાગનો ઉલ્લેખ કર્યો જ્યાં એવું કહેવામાં આવે છે, "જો તમે 'હું', 'હું' કહેતા રહો છો, તો તે તમને આત્મા અથવા વાસ્તવિકતા તરફ લઈ જશે" અને પૂછ્યું શું તે કરવા યોગ્ય વસ્તુ ન હતી? મેં સમજાવ્યું, “પુસ્તક કહે છે કે વ્યક્તિએ આ આત્મ તપાસ પદ્ધતિનો પ્રયાસ કરવો જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ જેમાં વિચારોને અંતર્મુખ કરવામાં આવે છે અને તે શોધવાનો પ્રયાસ કરવામાં આવે છે કે 'હું', જે બધા વિચારોનું મૂળ છે, ક્યાંથી ઉદ્ભવે છે. જો કોઈ તે કરી શકતું નથી, તો તે વ્યક્તિ ફક્ત 'હું', 'હું'નું મંત્ર ની જેમ પુનરાવર્તન કરી શકે છે, જેમ કે તે 'કૃષ્ણ' અથવા 'રામ' જેવા મંત્ર નો તેમના જાપમાં ઉપયોગ કરે છે. ધ્યેય બીજા બધા વિચારોને બાકાત રાખવા માટે એક જ વિચાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. પછી બીજા બધા વિચારો અને પછી આખરે એ એક વિચાર પણ શમી જશે." આના પર, શ્રીમતી સી.એ મને પૂછ્યું, "જો કોઈ ફક્ત યાંત્રિક રીતે 'હું', 'હું' નું પુનરાવર્તન કરે તો તેનો કોઈ ફાયદો થશે?" મેં જવાબ આપ્યો, "જ્યારે કોઈ 'હું' અથવા 'કૃષ્ણ' જેવા અન્ય શબ્દોનો ઉપયોગ કરે છે, ત્યારે વ્યક્તિના પોતાના મનમાં ચોક્કસ ભગવાન વિશે કોઈ વિચાર કરે છે જેને 'હું' અથવા બીજા કંઈપણ નામથી બોલાવવામાં આવે છે. જેમ કે, જ્યારે માણસ ‘રામ’ નામ નું રટણ કરતો જાય છે અથવા ‘કૃષ્ણ’ નું, તે તેની પાછળનો અર્થ કોઈ વૃક્ષ છે એવું ન વિચારી શકે. આ પછી, ભગવાને કહ્યું, "હવે તમે ધારો કે પ્રયત્ન કરી રહ્યા છો અને 'હું', 'હું' અથવા અન્ય મંત્રો ઉચ્ચારો છો અને ધ્યાન કરો છો. પરંતુ જ્યારે તમે અંતિમ તબક્કામાં પહોંચશો, ત્યારે ધ્યાન તમારા તરફથી કોઈપણ પ્રયત્નો કર્યા વિના ચાલશે. તમે તેનાથી દૂર નહીં થઈ શકો અથવા તેને રોકી નહીં શકો. ધ્યાન, જપ અથવા બીજું જે કંઈ તમે તેને કહો છો તે તમારો વાસ્તવિક સ્વભાવ છે."
Thursday, July 11, 2024
24-11-46, Day by day with Bhagavan by A D Mudaliar, In Gujarati
એક 'હું' છે જે આવે છે અને જાય છે, અને બીજો 'હું' છે જે હંમેશા રહે છે. જ્યાં સુધી પ્રથમ 'હું' અસ્તિત્વમાં છે ત્યાં સુધી શરીર-ચેતના અને વિવિધતાની ભાવના અથવા ભેદ-બુદ્ધિ ટકી રહેશે. એ ‘હું’ શમી જશે ત્યારે જ વાસ્તવિકતા પ્રગટ થશે. દાખલા તરીકે, ઊંઘમાં, પ્રથમ 'હું' અસ્તિત્વમાં નથી. ત્યારે તમે શરીર કે જગત વિશે સભાન નથી. જ્યારે તે ‘હું’ ફરી આવે છે, ત્યારે જ તમે ઊંઘમાંથી બહાર નીકળો છો, શરીર અને આ જગત પ્રત્યે સભાન બનો છો. પરંતુ ઊંઘમાં તમે એકલા અસ્તિત્વમાં હતા. કારણ કે, જ્યારે તમે જાગો છો, ત્યારે તમે કહી શકો છો કે ‘હું સારી રીતે સૂઈ ગયો.’ તમે, જે જાગો છો અને આમ કહો છો, તે જ છો જે ઊંઘ દરમિયાન પણ અસ્તિત્વમાં હતા અને છો. તમે એમ નથી કહેતા કે ઊંઘ દરમિયાન જે ‘હું’ રહે છે તે જાગતી વખતે હાજર ‘હું’ કરતાં અલગ ‘હું’ હતો. એ ‘હું’ જે હંમેશા ટકી રહે છે અને આવતો જતો નથી તે વાસ્તવિકતા છે. બીજો ‘હું’ જે ઊંઘમાં અદૃશ્ય થઈ જાય છે તે વાસ્તવિક નથી.
No comments:
Post a Comment