સાધુ: મારે જાણવું છે કે હું કોણ છું. આર્યસમાજીઓ કહે છે કે હું જીવાત્મા છું અને જો હું મન અને બુદ્ધિને શુદ્ધ કરીશ તો હું ભગવાનને જોઈ શકીશ. મને ખબર નથી કે શું કરવું. જો ભગવાનને યોગ્ય લાગે, તો શું ભગવાન મને કહેશે કે શું કરવું?
ભગવાન શ્રી રમણ મહર્ષિ: તમે ઘણા બધા શબ્દો વાપર્યા છે. જીવાત્મા, મન, બુદ્ધિ અને ભગવાન. આ બધા શબ્દોનો અર્થ શું છે? અને ભગવાન ક્યાં છે અને તમે ક્યાં છો કે તમારે ભગવાનના દર્શન કરવા જવું જોઈએ?
સાધુ: મને ખબર નથી કે આ બધા શબ્દોનો અર્થ શું છે.
ભગવાન: તો પછી આર્યસમાજીઓ તમને જે કહે તેની ચિંતા ના કરો. તમે ભગવાન અને અન્ય વસ્તુઓ વિશે જાણતા નથી, પરંતુ તમે જાણો છો કે તમે અસ્તિત્વમાં છો. તે વિશે તમને કોઈ શંકા ન હોઈ શકે. તો જાણો તમે કોણ છો.
સાધુ: એ તો મારે જાણવું છે. હું કેવી રીતે શોધી શકું?
ભગવાન: બીજા બધા વિચારો દૂર રાખો અને તમારા શરીરની કઈ જગ્યાએ ‘હું’ ઉત્પન્ન થાય છે તે શોધવાનો પ્રયત્ન કરો.
સાધુ: પણ હું આ વિશે વિચારી શકતો નથી.
ભગવાન: કેમ? જો તમે અન્ય વસ્તુઓ વિશે વિચારી શકો તો તમે 'હું' વિશે અને તમારા શરીરમાં તે ક્યાંથી ઉત્પન્ન થાય છે તે વિશે વિચારી શકો છો. જો તમારો મતલબ છે કે અન્ય વિચારો તમને વિચલિત કરે છે, તો એકમાત્ર રસ્તો એ છે કે જ્યારે પણ તમારું મન ભટકાય ત્યારે તેને પાછું ખેંચો અને તેને 'હું' પર સ્થિત કરો. જેમ જેમ દરેક વિચાર આવે તેમ, તમારી જાતને પૂછો: "આ વિચાર કોને આવ્યો છે?" જવાબ હશે, “મને.”; પછી તે "હું" ને પકડી રાખો.
સાધુ: તો શું "હું કોણ છું?" તેનું મંત્ર ની જેમ રટણ કરવું?
ભગવાન: ના. ‘હું કોણ છું?’ એ મંત્ર નથી. તેનો અર્થ એ છે કે તમારે એ શોધવાની જરૂર છે કે તમારામાં `હું`-વિચાર ક્યાંથી ઉત્પન્ન થાય છે જે અન્ય તમામ વિચારોનો સ્ત્રોત છે. પણ જો આ વિચારમાર્ગ તમારા માટે ખૂબ મુશ્કેલ હોય તો, તમે "હું, હું" પુનરાવર્તન કરવાનું ચાલુ રાખી શકો છો અને તે તમને એજ લક્ષ્ય તરફ દોરી જશે. ‘હું’ ને મંત્ર તરીકે વાપરવામાં કોઈ નુકસાન નથી. તે ભગવાનનું પ્રથમ નામ છે.
ભગવાન સર્વત્ર છે, પરંતુ તે પરિપ્રેક્ષ્યમાં તેમની કલ્પના કરવી મુશ્કેલ છે, તેથી પુસ્તકોએ કહ્યું છે કે, “ભગવાન સર્વત્ર છે. તે તમારી અંદર પણ છે. તમે બ્રહ્મ છો.” તો તમારી જાતને યાદ કરાવો: “હું બ્રહ્મ છું”. 'હું' નું પુનરાવર્તન આખરે તમને "હું બ્રહ્મ છું" ની અનુભૂતિ તરફ દોરી જશે.
No comments:
Post a Comment